તમારા ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ વિશે

શેર
વાંચવાનો સમય: વિશે 13 મિનિટો

આ માહિતી ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ, પોર્ટ પ્લેસમેન્ટ અને તમારા પોર્ટની સંભાળ કેવી રીતે રાખવી તે સમજાવે છે. ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટને ઘણીવાર mediport(મેડીપોર્ટ) અથવા port-a-cath(પોર્ટ-એ-કેથ) કહેવામાં આવે છે. કેન્સરની સારવાર દરમિયાન પોર્ટ તમારી નસોને સુરક્ષિત રાખે છે.

ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ શું છે?

ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ એ સેન્ટ્રલ વીનસ કેથેટર (CVC) નો એક પ્રકાર છે. CVC એ લવચીક ટ્યુબ છે જે તમારી નસોમાંની એક નસમાં નાખવામાં આવે છે.

તમારે તમારા હાથમાં છે તે નસ કરતાં મોટી નસમાં દવા લેવાની જરૂર પડી શકે છે. તમારું પોર્ટ દવાને તમારી નસ દ્વારા તમારા લોહીમાં ભળવા દે છે. તેનો ઉપયોગ તમને સળંગ ઘણા દિવસો સુધી દવા આપવા માટે થઈ શકે છે.

પોર્ટ તમારી નસોને વારંવાર ઍક્સેસથી થતાં નુકસાનથી સુરક્ષિત કરે છે. પોર્ટ તમારી સંભાળ ટીમ માટે નીચેની બાબતો સરળ બનાવે છે:

  • લોહીના નમૂના લેવા
  • તમને ઇન્ટ્રાવીનસ (IV, નસ મારફતે) દવાઓ આપવી આ એ દવા છે જેને તમારી નસોમાંની એક નસમાં નાખવામાં આવે છે. કેટલીક IV દવાઓ, જેમ કે એનેસ્થેસિયા અને અમુક પ્રકારની કીમોથેરાપી (કીમો), જેને મોટી નસમાંથી પસાર કરવી આવશ્યક છે.
  • તમને IV ફ્લુઈડ્સ આપવામાં
  • તમને IV રક્ત ઉત્પાદનો આપો, જેમ કે પ્લેટલેટ્સ અને પ્લાઝ્મા.
  • તમને IV કોન્ટ્રાસ્ટ આપવામાં આવે છે. આ એક ખાસ ડાઈ છે જે તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને તમારા અંગોને વધુ સારી રીતે જોવામાં મદદ કરે છે.

તમારા આરોગ્યસંભાળ પ્રદાતા તમને જણાવશે કે શું પોર્ટથી સારવાર તમારા માટે અને તમારી સારવાર માટે શ્રેષ્ઠ છે.

સર્જન અથવા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ (જેને IR ડૉક્ટર પણ કહેવાય છે) તમારું પોર્ટ ગોઠવશે. IR ડૉક્ટર એક ડૉક્ટર છે જે ઇમેજ-માર્ગદર્શિત પ્રક્રિયાઓમાં નિષ્ણાત છે. તેઓ સામાન્ય રીતે તમારા પોર્ટને તમારી છાતીમાં મૂકશે. પોર્ટ ક્યારેક તેના બદલે તમારા ઉપરના હાથમાં મૂકી શકે છે. તમારું પોર્ટ ક્યાં મૂકવામાં આવશે તે વિશે તમારા આરોગ્યસંભાળ પ્રદાતા તમારી સાથે વાત કરશે.

છાતીમાં મૂકવામાં આવેલા પોર્ટ સામાન્ય રીતે તમારા જમણા કોલરબોનની મધ્યથી લગભગ 1 ઇંચ (2.5 સેન્ટિમીટર) નીચે હોય છે (આકૃતિ 1 જુઓ). આ તમારી નસમાં એકદમ સરળ રીતે નાખવા માટે મંજૂરી આપે છે. જો તમે બ્રા પહેરો છો, તો તમારું પોર્ટ જ્યાંથી તમારી બ્રાનો પટ્ટો આવેલો છે ત્યાંથી લગભગ 1 ઇંચ દૂર હશે.

પોર્ટનું સ્થાન, આગળનું દૃશ્ય (ડાબે) અને બાજુનું દૃશ્ય (જમણે)

આકૃતિ 1. પોર્ટનો આગળનો વ્યૂ (ડાબે) અને પોર્ટ બાજુનો વ્યૂ (જમણે)

તમારું પોર્ટ તમારી ત્વચામાંથી લગભગ ½ ઇંચ (1.2 સેન્ટિમીટર) ઉપર તરફ બહાર આવી શકે છે. તમે તેને તમારી ત્વચામાં અનુભવી શકશો. મોટાભાગના લોકો કહી શકશે નહીં કે તમારી પાસે પોર્ટ છે. જો તમારી સંભાળ ટીમે Steri-Strips(સ્ટીરી-સ્ટ્રીપ્સ)નો ઉપયોગ કર્યો હોય, તો તે 7 થી 10 દિવસમાં પોતાની મેળે નીકળીને પડી જશે.

તમારું પોર્ટ વર્ષો સુધી તે સ્થાને રહી શકે છે. તમારા આરોગ્યસંભાળ પ્રદાતા તમારા પોર્ટને હટાવી દેશે જ્યારે તમને તેની જરૂર ન હોય. જો તેનાથી તમને ચેપ લાગે તો પણ તેઓ તેને દૂર કરશે. જો તમને જરૂર હોય તો તમે બીજા પોર્ટને પછીથી મૂકી શકો છો.

તમારા ઈમ્પાલન્ટ કરેલા પોર્ટના ભાગો

ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટના ભાગોમાં પોર્ટ, સેપ્ટમ અને કેથેટર છે (આકૃતિ 2 જુઓ).

પોર્ટ અને સેપ્ટમ

પોર્ટ એ કેથેટરમાંથી પ્રવાહી વહેવા માટેનું શરૂઆતનું સ્થાન છે. તે તમારા ત્વચાની નીચે બેસાડાય છે અને તેમાં સેપ્ટમ નામનું ઉપર તરફ ઉઠેલ કેન્દ્ર હોય છે. આ પોર્ટનો એક ભાગ છે જ્યાં સોય બેસાડવામાં આવશે. તેને ઍક્સેસ પોઈન્ટ પણ કહેવામાં આવે છે.

સેપ્ટમ એ એની જાતે સીલ થઈ જતા રબરમાંથી બને છે. પોર્ટમાં હોય તે સોય વગર કંઈપણ પ્રવેશી શકતું નથી. સોય દૂર કર્યા પછી સેપ્ટમ બંધ થાય છે.

કેથેટર

કેથેટર એક પાતળી, લવચીક પ્લાસ્ટિકની નળી છે. એક છેડો તમારા પોર્ટ સાથે જોડાયેલ છે. બીજો છેડો તમારી નસમાં નાખવામાં આવે છે.

આકૃતિ 2. તમારા પોર્ટના ભાગો

ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટના પ્રકારો

પોર્ટ વર્તુળ, અંડાકાર અથવા ત્રિકોણ જેવા આકારનું હોઈ શકે છે. તમારું પોર્ટ Mediport®, BardPort®, PowerPort® અથવા Port-A-Cath® હોઈ શકે છે. તે સિંગલ લ્યુમેન પોર્ટ અથવા ડબલ લ્યુમેન પોર્ટ હોઈ શકે છે (આકૃતિ 3 જુઓ). તમારા આરોગ્યસંભાળ પ્રદાતા તમારા માટે અને તમારી સારવાર માટે શ્રેષ્ઠ હોય તેને પસંદ કરશે.

એક લ્યુમેન પોર્ટ

એક લ્યુમેન પોર્ટમાં 1 ઍક્સેસ પોઈન્ટ છે. મોટાભાગના લોકોને સિંગલ લ્યુમેન પોર્ટ મળે છે.

બે લ્યુમેન પોર્ટ

ડબલ લ્યુમેન પોર્ટમાં 2 ઍક્સેસ પોઈન્ટ છે. તમે દરેક એક્સેસ પોઈન્ટમાં એક સોય મૂકી શકો છો. જો તમને સારવાર માટે સામાન્ય રીતે 1 પોઇન્ટથી વધુ ઍક્સેસની જરૂર હોય તો તમને ડબલ લ્યુમેન પોર્ટ મળી શકે છે.

આકૃતિ 3. સિંગલ (ડાબે) અને ડબલ (જમણે) લ્યુમેન પોર્ટ

પાવર-ઇન્જેક્ટેબલ પોર્ટ

મોટાભાગના ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ ઇમેજિંગ પરીક્ષણો દરમિયાન ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવે છે. તેમાં કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કેન અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) નો સમાવેશ થાય છે. આ પોર્ટ તમને કોન્ટ્રાસ્ટના હાઇ સ્પીડ ઇન્જેક્શન (શોટ) આપે છે. આને પાવર-ઇન્જેક્ટેબલ પોર્ટ કહેવામાં આવે છે (આકૃતિ 4 જુઓ).

જો પાસે પાવર-ઇન્જેક્ટેબલ પોર્ટ છે તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતા તમને જણાવશે. તેઓ તમને તમારા પોર્ટ વિશેની માહિતી સાથેનું વૉલેટ કાર્ડ પણ આપશે. તમારે તે દરેક સમયે તમારી સાથે રાખવું જોઈએ.

સિંગલ (ડાબે) અને ડબલ (જમણે) પાવર-ઇન્જેક્ટેબલ પોર્ટ

આકૃતિ 4. સિંગલ (ડાબે) અને ડબલ (જમણે) પાવર-ઇન્જેક્ટેબલ પોર્ટ

તમારે ઇમ્પ્લાન્ટ કરેલ પોર્ટ પ્લેસમેન્ટ ઓપરેશન પહેલાં શું કરવું

તમારા ઓપરેશનના લગભગ 1 અઠવાડિયા પહેલાં, તમે ઓપરેશન પહેલાંની મુલાકાત માટે ઓપરેશન ટીમ સાથે મુલાકાત કરશો. આ મુલાકાત દરમિયાન, તેઓ તમને તમારા નવા પોર્ટ વિશે અને તેની સંભાળ કેવી રીતે રાખવી તે વિશે વધુ શીખવશે. તમારી સાથે શીખવા માટે તમારા પરિવારના કોઈ સભ્ય અથવા મિત્ર પણ હોવા જોઈએ.

તમારી દવાઓ વિશે પૂછો

તમારે તમારા ઓપરેશન પહેલાં તમારી કેટલીક દવાઓ લેવાનું બંધ કરવાની જરૂર પડી શકે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • વિટામિન E.
  • એસ્પિરિન.
  • એન્ટીકોએગ્યુલન્ટ્સ (રક્ત પાતળું કરનાર)
  • ઇન્સ્યુલિન અથવા ડાયાબિટીસ માટેની અન્ય દવાઓ.
  • વજન ઘટાડવાની દવાઓ

કઈ દવાઓ લેવાનું બંધ કરવું તમારા માટે સલામત છે તે વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.

જો તમે કોઈપણ અન્ય દવાઓ લઈ રહ્યા હો, તો તે ડૉક્ટરને પૂછો કે તેમણે જે દવાઓ સૂચવી છે કે શું તમારે તમારા ઓપરેશન પહેલાં તેને લેવાનું બંધ કરવું જોઈએ.

જો તમે સવારે કોઈપણ દવાઓ લો છો, તો તમારા ડૉક્ટર સાથે વાત કરો કે તમારે તમારા ઓપરેશન પહેલાં કઈ દવાઓ લેવી જોઈએ. તમારા ડૉક્ટર તમને તમારી કેટલીક દવાઓ લેવા માટે તમારું ઓપરેશન પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવાનું કહી શકે છે.

તમારી પ્રોસીઝરના સમયની નોંધ કરો

સ્ટાફના સભ્ય તમારા ઓપરેશનના આગલા દિવસે તમને બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે ફોન કરશે. જો તમારું ઓપરેશન સોમવારે નક્કી કરવામાં આવ્યું હોય, તો તેઓ તમને અગાઉના શુક્રવારે કૉલ કરશે. જો તમને સાંજે 4 વાગ્યા સુધીમાં કૉલ ન આવે, તો 212-639-5948પર કૉલ કરો.

સ્ટાફના સભ્ય તમને જણાવશે કે તમારે ઓપરેશન માટે હોસ્પિટલમાં કયા સમયે પહોંચવું. તેઓ તમને એ યાદ પણ કરાવશે કે ક્યાં જવું.

પાર્કિંગની માહિતી અને તમામ MSK સ્થાનો માટેના દિશાનિર્દેશો માટે www.msk.org/parking મુલાકાત લો.

તમારે ઇમ્પ્લાન્ટેડ પોર્ટ પ્લેસમેન્ટ ઓપરેશન માટે કેવી રીતે તૈયાર થવું

તમારૂ પોર્ટ પ્લેસમેન્ટ ઓપરેશન, ઓપરેશન રૂમમાં થશે. તમારા આરોગ્યસંભાળ પ્રદાતા તમને જણાવશે કે કેવી રીતે તૈયાર રહેવું.

તમારી ત્વચા પરથી ઉપકરણોને દૂર કરો

તમે તમારી ત્વચા પર ચોક્કસ ડિવાઇસો પહેરી શકો છો. તમારું સ્કેન અથવા પ્રક્રિયા પહેલાં, ડિવાઇસ બનાવનાર ભલામણ કરે છે કે તમે તમારા ડિવાઇસ ઉતારો:

  • સતત ગ્લુકોઝનું મોનિટરિંગ (CGM)
  • ઇન્સ્યુલિન પંપ

તમારે તમારા ઉપકરણને બદલવાની જરૂર હોય તે તારીખની નજીક તમારી અપોઇન્ટમેન્ટના શેડ્યૂલ વિશે તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો. ખાતરી કરી લો કે તમારી પાસે તમારી સ્કેન અથવા પ્રક્રિયા પછી ચાલુ કરવા માટે તમારી સાથે એક વધારાનું ઉપકરણ છે.

જ્યારે તમારું ડિવાઇસ બંધ હોય ત્યારે તમારા ગ્લુકોઝનું સંચાલન કેવી રીતે કરવું તે વિશે તમને ખાતરી ન હોઈ શકે. જો એમ હોય તો, તમારી એપોઇન્ટમેન્ટ પહેલાં, તમારી ડાયાબિટીસની કાળજીનું સંચાલન કરતા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો.

કોઈ તમને ઘરે લઈ જાય તે માટેની વ્યવસ્થા કરવી

ઓપરેશન પછી તમને ઘરે લઈ જવા માટે તમારી સારવાર કરનાર જવાબદાર વ્યક્તિ હોવો આવશ્યક છે. સારવાર કરનાર જવાબદાર વ્યક્તિ તે છે જે તમને સલામત રીતે ઘરે પહોંચવામાં મદદ કરી શકે છે. જો તેમને કોઈ ચિંતા હોય તો તેઓ તમારી સારવાર ટીમનો સંપર્ક કરવા માટે સમર્થ હોવા જોઈએ. તમારા ઓપરેશનના દિવસ પહેલાં તેનું આયોજન કરવાની ખાતરી કરો.

જો તમારી પાસે ઘરે લઈ જવા માટે સારવાર કરનાર જવાબદાર વ્યક્તિ ન હોય, તો નીચેની કોઈ એક એજન્સીનો સંપર્ક કરો. તેઓ તમારી સાથે ઘરે જવા માટે કોઈને મોકલશે. આ સેવા માટે શુલ્ક છે અને તમારે પરિવહન પૂરું પાડવું પડશે. ટેક્સી અથવા કાર સેવાનો ઉપયોગ કરવો એ બરાબર છે, પરંતુ તમારે હજી પણ તમારી સારવાર કરનાર જવાબદાર વ્યક્તિની જરૂર છે.

ન્યુ યોર્કમાં એજન્સીઓ ન્યુ જર્સીમાં એજન્સીઓ
વીએનએસ (VNS) સ્વાસ્થ્ય: 888-735-8913 સંભાળ રાખનારા લોકોના સંપર્ક નં.: 877-227-4649
સંભાળ રાખનારા લોકોના સંપર્ક નં.: 877-227-4649  

તમારે પોર્ટ પ્લેસમેન્ટ ઓપરેશનના આગલા દિવસે શું કરવું

ખાવા-પીવા માટેની સૂચનાઓ

‌ 
તમારી સર્જરીની આગલી રાત્રે મધરાતેથી (રાત્રે 12 વાગ્યે) ખાવાનું બંધ કરી દો. જેમાં હાર્ડ કેન્ડી (પિપરમેન્ટ) અને ચ્યુઇંગમનો સમાવેશ થાય છે.

જો તમારા આરોગ્ય પ્રદાતા તમને મધ્યરાત્રિ પહેલાં જમવાનું બંધ કરવાનું કહ્યું હોય, તો તેમની સૂચનાઓનું પાલન કરો. કેટલાક લોકોએ સર્જરી પહેલાં લાંબા સમય સુધી ઉપવાસ (જમવું નહીં) કરવાની જરૂર હોય છે.

તમારે પોર્ટ પ્લેસમેન્ટ ઓપરેશનના દિવસે શું કરવું

ખાવા-પીવા માટેની સૂચનાઓ

મધરાત (રાત્રે 12 વાગ્યાથી) તમારા આગમન સમયના 2 કલાક પહેલાં સુધી, નીચે દર્શાવેલા પ્રવાહી જ પીવો. બીજું કંઈ ખાવું કે પીવું નહીં. તમારા આગમન સમયના 2 કલાક પહેલાં પીવાનું બંધ કરો.

  • પાણી.
  • સ્વચ્છત સફરજનનો રસ, સ્વચ્છત દ્રાક્ષનો રસ અથવા સ્વચ્છત ક્રેનબેરીનો રસ.
  • ગેટોરેડ અથવા પાવરેડ.
  • બ્લેક કોફી કે સાદી ચા. ખાંડ ઉમેરવી ઠીક છે. બીજું કશું ઉમેરશો નહીં.
    • કોઈપણ પ્રકારનું દૂધ અથવા ક્રીમર કોઈપણ માત્રામાં ઉમેરશો નહીં. જેમાં છોડ આધારિત દૂધ અને ક્રીમરનો સમાવેશ થાય છે.
    • મધ ઉમેરશો નહીં.
    • ફ્લેવરવાળા સીરપ ઉમેરશો નહીં.

જો તમને ડાયાબિટીસ હોય તો આ પીણાંમાં કેટલી માત્રામાં ખાંડ છે તેના પર ધ્યાન આપો. જો તમે આ પીણાંમાં ખાંડ રહિત, ઓછી ખાંડવાળું અથવા ખાંડ વગરના વર્ઝનનો સમાવેશ કરો છો, તો તમારા રક્તમાં ખાંડનાં સ્તરને નિયંત્રિત કરવાનું સરળ બનશે.

સર્જરી પહેલાં હાઇડ્રેટેડ રહેવું મદદરૂપ થાય છે, તેથી જો તમને તરસ લાગી હોય તો પાણી પીવો. તમારી જરૂરિયાત કરતા વધારે પીવું નહીં. તમારી સર્જરી દરમિયાન તમને ઇન્ટ્રાવેન્સ (IV) પ્રવાહી આપવામાં આવશે.

‌ 
તમારા આગમન સમયના 2 કલાક પહેલાં પીવાનું બંધ કરો. આમાં પાણીનો પણ સમાવેશ થાય છે.

દવાઓ માટેની સૂચનાઓ

તમારા ડૉક્ટર તમને તમારું ઓપરેશન કરવાનું છે તે દિવસે સવારે જે દવાઓ લેવા માટે કહે છે તે જ દવાઓ લો. તેમને પાણીના નાના ઘૂંટડા સાથે લો.

યાદ રાખવાની બાબતો

  • તમે તમારી પ્રક્રિયા પહેલાં સામાન્ય રીતે કરો છો તેમ તમે સ્નાન કરી શકો છો. You can shower as you normally would before your procedure. તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા તમને આગલી રાત્રે હિબિક્લન્સ નામના વિશેષ સાબુથી સ્નાન કરવાનું કહી શકે છે. જો તેઓ આમ કરવાનું કહે છે, તો આ સંસાધનનો “એન્ટિસેપ્ટિક સ્કિન ક્લીન્સર (જેમ કે હિબિક્લેન્સ) દ્વારા સ્નાન” વિભાગ વાંચો..
  • કોઈપણ લોશન, ક્રીમ, પાવડર, ડીઓડરન્ટ, મેકઅપ, પાવડર, પરફ્યુમ અથવા કોલોન ન લગાવો.
  • જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો તેના બદલે તમારા ચશ્મા પહેરો. તમારા ઓપરેશન દરમિયાન કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી તમારી આંખોને નુકસાન થઈ શકે છે.
  • કોઈપણ ધાતુની વસ્તુઓ પહેરશો નહીં. શરીર પરની કોઈ તીક્ષ્ણ વસ્તુઓ સહિત તમામ ઘરેણાં કાઢી નાખો. તમારા ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનો જો ધાતુને સ્પર્શે તો તે બળી શકે છે.
  • કિંમતી વસ્તુઓ (જેમ કે ક્રેડિટ કાર્ડ અને ઘરેણાં) ઘરમાં જ રાખો.
  • તમે ઓપરેશન રૂમમાં જાઓ તે પહેલાં તમારે અમુક વસ્તુઓ દૂર કરવાની જરૂર પડશે. આમાં સાંભળવા માટેના સાધનો, ડેન્ટર્સ, કૃત્રિમ ઉપકરણ(ઓ), વિગ અને ધાર્મિક વસ્તુઓનો સમાવેશ થાય છે.

શું સાથે લાવવું

  • જો તમે ચશ્માં પહેરો છો તો તમારા ચશ્મારાખવા માટેનું ખોખું.
  • તમારા ઓપરેશન પછી ઢીલા, આરામદાયક કપડાં પહેરવા.
  • જો તમે કારમાં ઘરે જઈ રહ્યા હો, તો એક નાનું ઓશીકું અથવા ટુવાલ. તમે તમારા ચીરા (સર્જિકલ કટ)ને સીટબેલ્ટથી બચાવવા માટે આનો ઉપયોગ કરી શકો છો.
  • તમારું હેલ્થ કેર પ્રોક્સી ફોર્મ અને અન્ય વિગતવાર નિર્દેશો, જો તમે તેમને પૂર્ણ કર્યા હોય.
  • જો તમે કોઈ દવા લો છો તો તે સાથે લાવવી.

જ્યારે તમે આવો ત્યારે શું અપેક્ષા રાખવી

ઘણા સ્ટાફ સભ્યો તમને તમારું નામ અને જન્મ તારીખ કહેવા અને જોડણી કરવા માટે કહેશે. આ તમારી સલામતી માટે છે. સમાન અથવા સરખાં નામ ધરાવતા લોકોની તે જ દિવસે પ્રક્રિયા થવાની સંભાવના છે.

જો તમે પેશન્ટ પોર્ટલ MyMSK પર પ્રશ્નાવલી ના ભરી હોય તો તમે સંક્ષિપ્ત પ્રશ્નાવલી ભરશો.

તમને કેથેટર દ્વારા ઘેનની દવા (તમને આરામદાયક થવામાં મદદ કરવા માટેની દવા) આપવામાં આવશે. કેથેટર તમારા બાહુમાં અથવા હાથમાં IV હોઈ શકે છે. તે CVC પણ હોઈ શકે છે, જેમ કે પેરિફેરલી ઇન્સર્ટેડ સેન્ટ્રલ કેથેટર (PICC), જો તમારી પાસે પહેલાથી જ તે હોય. તમારી સંભાળ ટીમનો સભ્ય તમારી પ્રક્રિયા પહેલા તમારી સાથે આ અંગે વિચાર કરશે.

જ્યારે તમારું પોર્ટ મૂકવાનો સમય થશે ત્યારે સ્ટાફ મેમ્બર તમને પ્રક્રિયા રૂમમાં લાવશે.

નર્સ સાથેની મુલાકાત

તમારા ઓપરેશન પહેલાં તમે એક નર્સને મળશો. તેમને મધરાત (રાત્રે 12 વાગ્યા) પછી તમે લીધેલી કોઈ પણ દવાઓની માત્રા અને તેને લેવાનો સમય જણાવો. પ્રિસ્ક્રિપ્શન અને પ્રિસ્ક્રિપ્શન વિનાની દવાઓ, દર્દમાં રાહત માટે લગાવવામાં આવતી પટ્ટીઓ અને ક્રીમનો સમાવેશ કરો છો તેની ખાતરી કરો.

તમારી નર્સ તમારી કોઈ એક નસમાં એક નરમ, લવચીક ટ્યુબ (ઇન્ટ્રાવેનસ લાઇન, IV) મૂકી શકે છે, જે સામાન્ય રીતે તમારી ભુજા કે હાથમાં હોય છે. જો તમારી નર્સ નરમ, લવચીક ટ્યુબ (ઇન્ટ્રાવેનસ લાઇન, IV) ન મુકે, તો તમારા એનેસ્થેસિયોલોજિસ્ટ તેને ઓપરેશન રૂમમાં જઈને મુકશે.

એનેસ્થેસિયોલોજિસ્ટ સાથેની મુલાકાત

તમે એનેસ્થેસિયોલોજિસ્ટ (A-nes-THEE-zee-AH-loh-jist) સાથે પણ મુલાકાત કરશો. એનેસ્થેસિયોલોજિસ્ટ એનેસ્થેસિયાની વિશેષ તાલીમ ધરાવતા ડૉક્ટર છે. તેઓ તમને તમારા ઓપરેશન દરમિયાન એનેસ્થેસિયા આપશે. તેઓ નીચે મુજબનું કાર્ય પણ કરશે:

  • તેમની સાથે તમારા તબીબી ઇતિહાસની સમીક્ષા કરો.
  • પૂછો કે શું તમને ભૂતકાળમાં એનેસ્થેસિયાથી કોઈ સમસ્યા આવી છે. આમાં ઉબકા (તમને ઉલટી થાય છે તેવું લાગવું) અથવા પીડાનો સમાવેશ થાય છે.
  • તમારા ઓપરેશન દરમિયાન તમારી અનુકૂળતા અને સલામતી વિશે તમારી સાથે વાત કરશે.
  • તમને કયા પ્રકારનું એનેસ્થેસિયા આપવામાં આવશે તે વિશે તમારી સાથે વાત કરશે.
  • એનેસ્થેસિયા વિશેના તમારા પ્રશ્નોના જવાબ આપશે.

ઓપરેશન રૂમની અંદર

એકવાર તમે ઓપરેશન રૂમમાં આવો તે પછી, તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સર્જરીના ભાગમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન (તમને શોટ આપશે) આપશે. લોકલ એનેસ્થેસિયા એ તમારા શરીરના એક ભાગને સુન્ન કરવા માટેની દવા છે. તમારા આરોગ્યસંભાળ પ્રદાતા તમારી ગરદન અને છાતીમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપશે.

તમારું પોર્ટ મૂકવા માટે તમારે જનરલ એનેસ્થેસિયાની પણ જરૂર પડી શકે છે. જનરલ એનેસ્થેસિયા એ તમારી પ્રક્રિયા દરમિયાન તમને બેભાન કરવા માટેની દવા છે.

તમારા ડૉક્ટર તમારી ગરદનના નીચેના ભાગ પર એક નાનો ચીરો (સર્જિકલ કટ) કરશે (આકૃતિ 5 જુઓ). તે લગભગ 1 થી 1.5 ઇંચ (2.5 થી 4 સેન્ટિમીટર) લાંબો હશે. તેઓ તમારી છાતી પર, તમારા કોલરબોન નીચે લગભગ 0.5 ઇંચ (1 સેન્ટિમીટર) લાંબો બીજો નાનો ચીરો કરશે. પછી, તેઓ તમારી ત્વચા હેઠળ એક ખાડો બનાવશે. આ તમારા પોર્ટને તે સ્થાને રાખશે.

આકૃતિ 5. પોર્ટ પ્લેસમેન્ટ માટે ચીરાનું સ્થાન

તમારા આરોગ્યસંભાળ પ્રદાતા બીજા ચીરામાં કેથેટર મૂકશે અને તેને તમારી નસ સાથે જોડશે.

તમારી સંભાળ ટીમ તમારા ચીરા બંધ કરવા માટે સ્યુચર (ટાંકા) અથવા ડર્માબોન્ડ® નામના સર્જીકલ ગુંદરનો ઉપયોગ કરશે. જો તમને ટાંકા આવ્યા છે, તો તે તમારા શરીરમાં સમાઈ જશે. તમારે તેને દૂર કરવાની જરૂર રહેશે નહીં. તેઓ Steri-StripsTMનો પણ ઉપયોગ કરી શકે છે. આ સર્જિકલ ટેપની ટૂંકી, પાતળી પટ્ટીઓ છે જે નિયમિત પટ્ટી કરતાં વધુ મજબૂત હોય છે.

તમારી પ્રક્રિયા લગભગ 1 કલાક લેવી જોઈએ.

તમારા પોર્ટ પ્લેસમેન્ટ ઓપરેશન પછી તમારે શું કરવું

પોસ્ટ-એનેસ્થેસિયા કેર યુનિટ (પીએસીયુ)માં

જ્યારે તમે તમારા ઓપરેશન પછી જાગશો ત્યારે તમે પીએસીયુમાં હશો. નર્સ તમારા શરીરનું તાપમાન, ધબકારા, બ્લડ પ્રેશર અને ઓક્સિજનના સ્તરનું નિરીક્ષણ કરશે. તમે તમારા નાકની નીચેની નળી અથવા તમારા નાક અને મોં પરના માસ્ક વડે ઓક્સિજન મેળવી શકો છો. તમારા પગના તળિયે કમ્પ્રેશન બૂટ (સંકોચન બૂટ) પણ હશે.

જો તમને દુખાવો થતો હોય તો તમારી નર્સને જણાવો. તેઓ તમને તમારી પીડા માટે દવા આપી શકે છે.

તમારી નર્સને પૂછો કે તમે PACU માં કેટલો સમય રહેવાની અપેક્ષા રાખી શકે છે. તમારી સંભાળ ટીમ તમને જણાવશે કે ક્યારે ઘરે જવું સલામત છે. તમારી સાથે જવા માટે તમારે એક જવાબદાર સંભાળ રાખનાર સાથીની જરૂર પડશે.

તમારા હોસ્પિટલ છોડતા પહેલા તમારી નર્સ તમારી IV કાઢી લેશે. તેઓ સમજાવશે કે ડ્રેસિંગ કેવી રીતે બદલવું અને ઘરે તમારી સંભાળ કેવી રીતે રાખવી.

તમારી સર્જરી કરેલા ભાગની સંભાળ કેવી રીતે રાખવી

તમારી છાતી પરના નાના ચીરાને ઢાંકતી પટ્ટી હશે. તમે તમારા ઓપરેશનના 48 કલાક (2 દિવસ) પછી આ પટ્ટી કાઢી શકો છો.

તમારી ચીરાની જગ્યાઓ પર અને જ્યાં તમારી ત્વચાની નીચે કેથેટર રાખવામાં આવ્યું હતું ત્યાં તમને પીડા અથવા દુખાવો થઈ શકે છે. આ 1 થી 2 દિવસમાં સારું થઈ જશે. જો તમને એની જરૂર લાગે તો તમે કાઉન્ટર પર મળતી દુ:ખાવાની દવા (એવી દવા જે પ્રિસ્ક્રિપ્શન વગર મળે છે) લઈ શકો છો. તમે કેટલાક ઉઝરડા પણ જોઈ શકો છો.

સીટબેલ્ટ પહેરવાથી તમારા કાપા પર દબાણ આવી શકે છે. આમાં મદદ થાય એ માટે તમે તમારા શરીર અને પટ્ટાની વચ્ચે નાનકડો તકિયો કે વાળેલો ટુવાલ મૂકી શકો છો.

ચીરો ટાંકા વડે બંધ કરેલો છે

જો તમારા કાપાને ટાંકા વડે બંધ કરવામાં આવ્યા છે:

  • તમારી પાસે તમારા કાપાને ઢાંકતા 2 નાના પાટા હશે.
  • 48 કલાક માટે અથવા તમારા હેલ્થકેર પ્રદાતા તમને કહે ત્યાં સુધી તમારી પટ્ટીઓ તેની જગ્યાએ રહેવા દો.
  • તમારી પટ્ટીઓ ભીની ન કરો. તમારા પાટા જ્યારે દૂર કરવામાં આવે પછી તમે સ્નાન કરી શકશો.

ચીરો ડર્માબોન્ડ સાથે બંધ કરેલો છે

જો તમારા કાપાને ટાંકા વડે બંધ કરવામાં આવ્યા છે:

  • કાપાને ઢાંકવા ટેપનો એક નાનકડો ટૂકડો અથવા પાટો તમારી પાસે હોઈ શકે છે.
  • લોશન અથવા ટેપ અથવા પટ્ટીની ટોચ પર ચીકાશ યુક્ત કંઈપણ લગાવશો નહીં.
  • ડર્માબોન્ડને અડશો કે ખંજવાળશો નહીં. લગભગ 7 થી 10 દિવસ પછી તે પોતાની મેળે બંધ થઈ જશે.
  • તમારી સંભાળ ટીમ તમને તમારા ચીરા સાજા ન થાય ત્યાં સુધી સલામત રીતે સ્નાન કેવી રીતે કરવું તેની સૂચનાઓ આપશે.

તમારા પોર્ટ ઉપરની ત્વચાને કોઈ ખાસ કાળજીની જરૂર નથી. તમે તેને સામાન્યની જેમ જ ધોઈ શકો છો. તમે તેને સામાન્ય રીતે પલાળી શકો છો.

જો તમારી સંભાળ ટીમે Steri-Strips(સ્ટીરી-સ્ટ્રીપ્સ)નો ઉપયોગ કર્યો હોય, તો તે 7 થી 10 દિવસમાં પોતાની મેળે નીકળીને પડી જશે.

સ્નાન કરવું અને શાવર લેવો

  • તમારા ઓપરેશન પછીના પ્રથમ 24 કલાક માટે, તમારી પટ્ટીને સૂકી રાખો. જ્યાં સુધી તમારી પટ્ટી ભીની ન થાય ત્યાં સુધી તમે સ્પોન્જ બાથ(કપડાંથી શરીરને લૂછવું) લઈ શકો છો.
  • તમારા ઓપરેશનના 48 કલાક (2 દિવસ) પછી તમે શાવર લઈ શકો છો. પટ્ટીને બાથટબ અથવા પૂલમાં પલાળશો નહીં. તમે તમારા ઓપરેશનના 1 થી 2 અઠવાડિયા પછી સ્નાન કરવાનું શરૂ કરી શકો છો. તમારા ડૉક્ટર તમને જણાવશે કે આ ક્યારે સલામત છે. જ્યાં સુધી તમારા પોર્ટ સુધી પાણી ન પહોચે ત્યાં સુધી તમે બાથટબ અથવા પૂલમાં સંપૂર્ણપણે પાણીની અંદર જઈ શકો છો.
  • જો તમે ઘરે હોવ ત્યારે તમારા પોર્ટને એક્સેસ કરવામાં આવે તો:
    • વોટરપ્રૂફ ડ્રેસિંગ (જેમ કે Aquaguard®) વડે પોર્ટ પર સપૂર્ણ ડ્રેસિંગને ઢાંકી દો. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે તમારી નર્સ તમને સૂચનાઓ આપી શકે છે.
    • ચેપ સામે રક્ષણ આપવા માટે દરરોજ હિબિકલન્સ(Hibiclens) વડે સ્નાન કરો. આ સંસાધનના અંતે “એન્ટિસેપ્ટિક સ્કિન ક્લીંઝર (જેમ કે હિબિક્લિન્સ) સાથે સ્નાન કરવું” વિભાગમાંના સૂચનોને અનુસરો.
    • ધોતી વખતે, પોર્ટના ભાગની આસપાસ તમારી ત્વચાને સૌમ્ય રીતે ધુઓ. તમે સાબુથી હળવા હાથે ધોઈ શકો છો, પરંતુ વૉશક્લોથ અથવા બ્રશનો ઉપયોગ કરશો નહીં. તમારી ત્વચાને સારી રીતે ધોઈ લો અને તેને મુલાયમ ટુવાલ વડે કોરું કરો.
  • તમે તમારા ઓપરેશનના 2 અઠવાડિયા પછી સ્નાન અને શાવર દરમિયાન વૉશક્લોથનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકો છો. જ્યાં સુધી તે ભાગ સંપૂર્ણપણે સાજો ન થાય ત્યાં સુધી તેને સ્ક્રબ કરવાનું ટાળો. આ સામાન્ય રીતે તમારા ઓપરેશનના લગભગ 6 અઠવાડિયા પછી થાય છે.

તમારા ઓપરેશન પછી શારીરિક પ્રવૃત્તિ

તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા તમને તમારા ચીરામાં રૂઝ આવતી હોય ત્યારે તમે કઈ કસરતો કરવી અને હલનચલન કરવું તે અંગે સૂચનાઓ આપશે. કોઈપણ કસરત શરૂ કરતા પહેલાં તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાતચીત કરો, જેમ કે:

  • દોડવું.
  • સ્ટ્રેચિંગ.
  • 10 પાઉન્ડ (4.5 કિલોગ્રામ) થી વધુ વજન ઉપાડવું.
  • ફૂટબોલ જેવી રમતો રમવી.

તમારા ઇમ્પ્લાન્ટે કરેલ પોર્ટને એક્સેસ કરવો

જ્યારે તમને IV પ્રવાહી અથવા દવાની જરૂર હોય ત્યારે તમારા આરોગ્ય સંભાળ પ્રદાતા તમારા પોર્ટને ઍક્સેસ કરશે. તેઓ ઍક્સેસ પોઈન્ટ દ્વારા સોય મૂકીને આમ કરશે (આકૃતિ 6 જુઓ). પ્રવાહી અથવા દવા તમારા પોર્ટમાંથી કેથેટર દ્વારા અને તમારા લોહીમાં ભળી જશે.

ફક્ત પોર્ટ સંભાળ માટે પ્રશિક્ષિત આરોગ્યસંભાળ પ્રદાતાઓએ તમારા પોર્ટને ઍક્સેસ કરવું જોઈએ.

તમારા પોર્ટની સોયની ઍક્સેસ

આકૃતિ 6. તમારા પોર્ટને એક્સેસ કરવો

તમારી સંભાળ ટીમને તમારા પોર્ટ જે દિવસે તે મૂકવામાં આવે તે દિવસે તેને ઍક્સેસ કરવાની જરૂર પડી શકે છે. જો તેઓ આમ કરશે, તો જ્યારે તમારું પોર્ટ મૂકવામાં આવશે ત્યારે તેઓ સેપ્ટમમાં ઍક્સેસ સોય દાખલ કરશે.

જ્યારે તમારું પોર્ટ ઍક્સેસ કરવામાં આવે ત્યારે સોય અને પોર્ટને ખાસ પટ્ટી (ડ્રેસિંગ) દ્વારા આવરી લેવામાં આવશે (આકૃતિ 7 જુઓ). ડ્રેસિંગ સોયને સ્થાન પર રાખવામાં મદદ કરશે. સૌથી ઉપરના ચીરા પર એક નાની પટ્ટી પણ હોઈ શકે છે. જ્યારે તેનો ઉપયોગ થતો ન હોય ત્યારે તમારે તમારા પોર્ટ પર પટ્ટીની જરૂર નથી.

આકૃતિ 7. તમારા પોર્ટ પર ડ્રેસિંગ કરવું

તમારા ઇમ્પ્લાન્ટેડ પોર્ટને પાણીથી સાફ કરવો

જ્યારે તેનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તમારું પોર્ટ તેની જાતે જ સાફ થાય છે. જ્યારે તેનો વપરાશ ન હોય, ત્યારે તમારે પોર્ટને ઓછામાં ઓછા દર ૧૨ અઠવાડિયે ફ્લશ કરવાની જરૂર પડશે. તમારી એપોઇન્ટમેન્ટ ક્યારે છે તેનાં આધારે, નર્સ તમારા પોર્ટને વધારે વાર ફ્લશ કરી શકે છે. આવું કરવા માટે, તેઓ તમારા પોર્ટમાં સોય ભરાવશે. તેઓ તમારા કેથેટરમાં સ્લાઇન (જંતુરહિત મીઠું પાણી) દાખલ કરશે. કેથેટર અવરોધિત ન થાય તેની ખાતરી કરવા માટે આમ કરવામાં આવે છે. જો તમારું કેથેટર અવરોધિત હોય તો તે કામ કરશે નહીં. જો આવું થાય, તો તમારે તમારા પોર્ટને દૂર કરવાની જરૂર પડી શકે છે.

તમારા પોર્ટને દૂર કરી રહ્યાં છીએ

જ્યારે તમને તેની જરૂર ન હોય, અથવા જો તે ચેપ લાગે ત્યારે તમારા આરોગ્યસંભાળ પ્રદાતા તમારા પોર્ટને દૂર કરી શકે છે. તમારા પોર્ટને દૂર કરવા વિશે વધુ માહિતી માટે તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો.

તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને ક્યારે કૉલ કરવો

  • જો તમને તમારા પોર્ટની જગ્યા પર નવો દુખાવો અથવા દુખાવામાં વધારો થયો હોય.
  • જો તમને તમારા પોર્ટની જગ્યા પર સોજો આવે છે અથવા ઉઝરડા વધી રહ્યા છે.
  • જો તમને તમારા ચીરા(ઓ)માંથી પરુ અથવા પ્રવાહી આવતું હોય.
  • જો તમે જોશો કે તમારો ચીરો ગરમ, કોમળ, લાલ, બળતરા અથવા ખુલ્લો છે.
  • જો તમને 100.4 °F (38 °C) કે તેથી વધારે તાવ હોય
  • જો તમને શરદી થાય છે.

સંપર્કની માહિતી

જો તમને કોઈ પ્રશ્નો હોય, તો તમારી સંભાળ ટીમના સભ્યનો સીધો સંપર્ક કરો. જો તમે MSK ખાતે દર્દી છો અને તમારે સપ્તાહના અંતે અથવા રજાના દિવસે સાંજે 5 વાગ્યા પછી પ્રદાતાનો સંપર્ક કરવાની જરૂર હોય, તો 212-639-2000 પર કૉલ કરો. કોલ પર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ માટે પૂછો.

 

એન્ટિસેપ્ટિક સ્કિન ક્લીંઝર (જેમ કે હિબિક્લિન્સ) સાથે સ્નાન કરવું

4% સીએચજી સોલ્યુશન એન્ટિસેપ્ટિક સ્કિન ક્લીંઝર (જેમ કે હિબિક્લિન્સ) સાથે સ્નાન કરવા માટે આ સૂચનાઓને અનુસરો. એન્ટિસેપ્ટિક સૂક્ષ્મજંતુઓને મારી નાખે છે જે રોગનું કારણ બની શકે છે.

  1. તમારા વાળને તમે વાપરો છો તે નિયમિત શેમ્પૂ અને કન્ડિશનરથી ધોઈ લો. તમારા માથાને સારી રીતે ધોઈ લો.
  2. તમારા ચહેરા અને જનનાંગો (જાંઘ)ના વિસ્તારને તમે વાપરો છો તેવા નિયમિત સાબુથી ધોવો. નવશેકા પાણીથી તમારા શરીરને સારી રીતે સાફ કરો.
  3. 4% સીએચજી (CHG) દ્રાવણની બોટલ ખોલો. તમારા હાથમાં અથવા સ્વચ્છ કપડામાં થોડુંક દ્રાવણ રેડો.
  4. બાથરૂમમાંથી બહાર નીકળો. 4% સીએચજી (CHG) દ્રાવણને ગરદનથી પગ સુધી તમારા શરીર પર હળવેથી મસાજ કરો. તેને તમારા ચહેરા અથવા જનનાંગોના વિસ્તાર પર લગાવશો નહીં.
  5. 4% સીએચજી (CHG) દ્રાવણને ધોવા માટે બાથરૂમમાં પાછા જાઓ. ગરમ પાણીનો ઉપયોગ કરો.
  6. તમારી જાતને સ્વચ્છ ટુવાલથી લુછો.

નાહ્યા પછી કોઈપણ લોશન, ક્રીમ, ડિઓડરન્ટ, મેકઅપ, પાવડર, પરફ્યુમ અથવા અતર લગાવો નહી.

છેલ્લે અપડેટ કર્યા તારીખ

સોમવાર, જુલાઈ 1, 2024